Monday, May 20, 2024
HomeGujaratજામનગર એલસીબી દ્વારા એક મહિલા સહિત આઠ જુગારીઓને ૧૨.૬૦ લાખના મુદ્દામાલ સાથે...

જામનગર એલસીબી દ્વારા એક મહિલા સહિત આઠ જુગારીઓને ૧૨.૬૦ લાખના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી લેવાયા

જામનગર એલ. સી. બી. દ્વારા જામજોધપુર તાલુકાના બાવડીદળ ગામની સીમમાં આવેલ ઓરડીમાં ગંજીપાના વડે જુગાર રમતા સાત પુરુષો તથા એક સ્ત્રીને રોકડ રૂપિયા તથા મોબાઇલ ફોન, વાહન મળી કુલ રૂ. ૧૨,૬૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, જામનગર એલ.સી.બી. સ્ટાફને મળેલ બાતમીના આધારે જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના બાવડીદળ ગામની સીમમા રાણાભાઇ ગાંગીયાની વાડીમાં આરોપી સંજયભાઇ કિશોરભાઇ સિતાપરાની વાડીમાં આવેલ ઓરડીમા બહારથી માણસો ભેગા કરી ગંજીપતાના પાના વડે તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમાડી પૈસાની હારજીત કરી પોતાના અંગત ફાયદા માટે નાલના પૈસા ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતા સંજયભાઇ કિશોરભાઈ સિતાપરા, જયેશભાઇ ભાયાભાઇ બેલા, નથુભાઇ નારણભાઇ કાંબરીયા, ભાવેશભાઇ જેન્તીભાઈ જોષી, મુર્તુજા કાસમભાઇ ખીરા, વીમલભાઇ વલ્લભભાઈ પાડલીયા, અરસીભાઇ સામતભાઇ નંદાણીયા અને ક્રિષ્નાબેન પોપટભાઇ પરમારની રોડક રૂ.૨.૨૦,૦૦૦, મોબાઇલ ફોન નં-૭ કિ.રૂ.૪૦,૦૦૦, તથા બે કાર.કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧૨,૬૦,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી આરોપીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે…

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!