Wednesday, April 17, 2024
HomeGujaratટંકારા રાજપૂત ક્ષત્રિય સમાજે મામલદારને આવેદન પાઠવી પરષોત્તમ રૂપાલા વિરૂદ્ધ કાર્યવાહી કરવા...

ટંકારા રાજપૂત ક્ષત્રિય સમાજે મામલદારને આવેદન પાઠવી પરષોત્તમ રૂપાલા વિરૂદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી

ટંકારા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા ટંકારા મામલતદાર મારફતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદન પાઠવ્યું છે. જેમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરૂદ્ધ અભદ્ર બોલી બોલેલ હોય તે બાબતે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરાઇ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ટંકારા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા ટંકારા મામલતદાર થતી મુખ્યમંત્રીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરૂદ્ધ અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો છે. જેના કારણે સમગ્ર ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ છે. તેથી પરષોત્તમ રૂપાલાની લોકસભાની ટિકિટ તાત્કાલિક અસરથી રદ કરવા, દરેક પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ દાખલ કરવા અને ચુંટણીપંચ સમક્ષ પણ તેમના વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા ક્ષત્રિય સમાજ દ્વારા દ્રઢ માંગણી કરવામાં આવી છે. તેમજ તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!