મોરબી સહિત સમગ્ર ગુજરાત માં ચૂંટણીમાં વિજયી મેળવવા નેતાઓ જાહેરાતો કરતા હોય છે પરન્તુ મોરબી માળીયા બેઠક ના ઉમેદવારે અનોખી જાહેરાત કરી છે.
જેમાં મોરબી માળીયા બેઠક પર કોંગ્રેસ ના ઉમેદવાર તરીકે ચૂંટણી જંગ માં ઉતરેલા જયંતિ ભાઈ જે.પટેલ એ પ્રજાજોગ જાહેરાત કરતા જણાવ્યુ હતુ કે જો તેઓ આ ચૂંટણી જીતશે અને મોરબી માળીયા ની પ્રજા તેમજે ધારાસભ્ય તરીકે ચૂંટશે તો તેઓને ધારસભ્ય તરીકે પગાર પણ મળશે પરંતુ તે સંપૂર્ણ પગાર તેઓ લેશે નહિ અને સમગ્ર પગાર ની રકમ પ્રજા હિત માં વાપરશે આ પ્રકાર ની જાહેરાત ને લોકો પણ અવકારી રહયા છે અને આવી જાહેરાત ની પહેલ સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ મોરબી માળીયા બેઠક ના કોંગ્રેસના ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે.