બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મચ્છુ 3 ડેમના કાંઠે ઓમ શાંતિ મેડિકલ કોલેજ તરફ જવાના રસ્તે શનિવાર તા. ૧૯ના રોજ એક અજાણ્યાં પુરુષનો મૃતદેહ તરતો હોવાની તાલુકા પોલીસને જાણ થતાં મોરબી તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહને પીએમ અર્થે ખસેડયો હતો. બનાવ અંગે તાલુકા પોલીસે એડી નોંધ દાખલ કરી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરતા મૃતકનું નામ મેહુલભાઈ બળવંતરાય વીંછી હોવાનું અને મોરબીના જેતપર ગામનો વતની હોવાનું ખુલ્યું હતું. આ અંગે વધુ તપાસ તાલુકા પોલીસ મથકના એએસઆઈ એન.એ.ખડીયા ચલાવી રહ્યા છે.