વાંકાનેર તાલુકામાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ વધુ એક ગુન્હો નોંધાયો છે. જેમાં નવા રાજાવડલા ગામે રહેતા રીક્ષા ચાલકની માલિકીની જમીનમાં આરોપીએ ગેરકાયદે પ્રવેશ કરી જમીન હડપ કરી જવાની કોશિશ કરતા વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
નવા રાજાવડલા ગામે રહેતા અને રિક્ષા ડ્રાઇવિંગ કરતા કાળુભાઇ વાઘાભાઇ ગમારાની રાજાવડલા ગામતળમા આવેલ પ્લોટ નં.૧૪૯ ની જમીન ચોરસ મીટર ૩૩૪-૪૦ વાળી ખુલ્લી જમીનમા ગાંડુ દેવશીભાઇ ગમારા રહે. નવા રાજાવડલાવાળાએ ગેરકાયદે પ્રવેશ કરી જમીન (પ્લોટ) પચાવી પાડવાના આશયથી દબાણ કરી ઢોર બાંધી પ્લોટ ફરતે ફેન્સીગ કરી દીધી હતી. વધુમાં આરોપીએ પોતાના ફાયદા માટે જમીનનો ઉપયોગ કરી કાળુભાઇ સાથે માથાકૂટ કરી હતી વધુમાં તેમની સાથે આરોપીએ ગાળો બોલી કુવાડી વડે મારવા દોડી ધાકધમકી આપ્યાની વાંકાનેર પોલીસ મથકમાં કાળુભાઈએ ફરિયાદ નોંધાવી છે.