Tuesday, June 9, 2026
HomeGujaratમોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા આરોગ્ય સેવાઓની સમીક્ષા કરાઇ

મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા આરોગ્ય સેવાઓની સમીક્ષા કરાઇ

મોરબી જિલ્લાના નાગરિકોને વધુ ગુણવત્તાસભર અને સુલભ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની વિવિધ કમિટીઓની મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી. બેઠક દરમિયાન આયુષ્માન ભારત યોજના, માતા-બાળ આરોગ્ય, રસીકરણ કાર્યક્રમ અને લેપ્રસી નિર્મૂલન અભિયાન સહિતના વિવિધ મુદ્દાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાયેલી ડિસ્ટ્રિક્ટ ગ્રીવન્સ રિડ્રેસલ કમિટી (DGRC)ની બેઠક દરમિયાન ‘PM-JAY આયુષ્માન ભારત યોજના’ હેઠળ જિલ્લામાં ચાલી રહેલી કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. સાથે જ માતા મરણ અને બાળ મરણના દરમાં ઘટાડો લાવવા માટે હાલની સ્થિતિ, પડકારો અને તેના મૂળભૂત કારણોની સમીક્ષા કરી તબીબી અધિકારીઓને વધુ અસરકારક કામગીરી માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડિસ્ટ્રિક્ટ ટાસ્ક ફોર્સ ઓન ઇમ્યુનાઇઝેશન (DTFI) બેઠકમાં જિલ્લાના બાળકોના નિયમિત રસીકરણ કાર્યક્રમની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન આગામી 28 જૂન, 2026ના રોજ યોજાનારા ‘નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે’ અંગે વિસ્તૃત આયોજન રજૂ કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના 0 થી 5 વર્ષના અંદાજે 1.25 લાખ બાળકોને પલ્સ પોલિયોના રક્ષણાત્મક ટીપાં પીવડાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ માટે જરૂરી તમામ પૂર્વ તૈયારીઓ સમયસર પૂર્ણ કરવા તંત્રને સૂચના આપવામાં આવી હતી. બેઠકના અંતે લેપ્રસી કેસ ડિટેક્શન કેમ્પેઇન અંગે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લામાં 8 જૂનથી શરૂ થયેલું અને 18 જૂન સુધી ચાલનારા આ વિશેષ અભિયાનનો મુખ્ય હેતુ લેપ્રસીના શંકાસ્પદ દર્દીઓને શોધી તેમનું વહેલું નિદાન અને સારવાર સુનિશ્ચિત કરવાનો છે. આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સઘન સર્વે હાથ ધરી વધુમાં વધુ શંકાસ્પદ કેસોની ઓળખ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બેઠક દરમિયાન આરોગ્ય અધિકારીઓને તમામ આરોગ્ય યોજનાઓનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે માટે સુનિયોજિત કામગીરી કરવા અને સરકારની આરોગ્યલક્ષી પહેલોને વધુ અસરકારક રીતે અમલમાં મૂકવા સૂચના આપી હતી. આ સમીક્ષા બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પી.વી. શ્રીવાસ્તવ સહિત આરોગ્ય વિભાગના વિવિધ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા સ્તરે આરોગ્ય સેવાઓને વધુ મજબૂત અને પરિણામલક્ષી બનાવવા માટે બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!