માળિયા તાલુકાના નવા હંજીયાસર પ્રાથમિક શાળામાં જીલ્લા પંચાયત આરોગ્ય શાખા તેમજ મોબાઈલ હેલ્થ ઓફીસ માળિયાના ઉપક્રમે અગરિયાઓના આરોગ્ય માટે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો જે નિદાન કેમ્પમાં ટીએચઓ બાવરવા, સ્ત્રી રોગ નિષ્ણાંત, બાળ રોગ નિષ્ણાંત સહિતના તબીબોએ દર્દીઓને નિદાન કરી સારવાર કરી હતી કેમ્પમાં અગરિયા હિત રક્ષક મંચના મારૂતસિંહ બારૈયાની ટીમ ઉપસ્થિત રહી હતી કેમ્પમાં રણ વિતારના ૨૦૯ અગરિયા પરિવારના ભાઈઓ-બહેનોએ લાભ લીધો હતો