માળીયા મિયાણા પોલીસ દ્વારા છેલ્લા આઠ વષૅથી પાસા વોરંટના આરોપીને શોધી કાઢી સુરત જેલ ખાતે ધકેલી દીધો હતો. આરોપી પ્રવિણ અમૃતલાલ બારોટ (ઉ.વ .૪૨ રહે.મલાણા તા.પાલનપુર જી.બનાસકાંઠા)ને તેના વતનમાથી હસ્તગત કરી પાલનપુર તાલુકા પોલીસ મથકે લાવ્યા હતા. જેની માળીયા મિયાણા પોલીસને જાણ કરતા પોલીસે કબજો મેળવી કોરોના રીપોર્ટ કરાવ્યો હતો જે નેગેટીવ આવતા મોરબી જિલ્લા કલેકટરે પાસ હુકમ ઈશ્યુ કરતા આરોપી પ્રવિણ અમૃતલાલ બારોટને પાસા તળે સુરત જેલ હવાલે કર્યો છે.