પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા તાલુકાનાં વિદરકા ગામે રહેતા હિરાભાઇ રતુભાઈ થરેશાએ આરોપીઓ વિક્રમભાઈ જયંતીભાઈ શંખેશરીયા, સુધીરભાઈ લાલજીભાઈ શંખેશરીયા, રણછોડભાઈ શંખેશરીયા તથા જયંતીભાઈ લાલજીભાઈ શંખેશરીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે રમેશભાઈ રતુભાઈની દિકરી વિશે આરોપી વિક્રમભાઈ ગામમાં ખરાબ વાતો કરતો હોય જેથી રમેશભાઈએ તેને ઠપકો આપ્યો હોય જે બાબતનો ખાર રાખી ચારેય આરોપીઓએ એકસંપ કરી ફરિયાદી હિરાભાઇ તથા સાથેના વ્યક્તિઓને જેમ ફાવે તેમ ગાળો આપી છુટ્ટા પથ્થર તથા ઈંટોનાં ઘા મારી બાવળના બડીકા વડે આડેધડ માર મારી ફરિયાદી હિરાભાઇને ગાલનાં ભાગે તથા સાથેનાં નિલેશભાઈને માથામાં તથા ભરતભાઈ અને અજયભાઈને શરીરે મુંઢ ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. માળીયા (મી.) પોલીસે બનાવની ફરિયાદનાં આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.