માળીયા કચ્છ હાઇવે પર ટ્રક ની અવર જવર વધુ રહે છે ત્યારે આજે રાત્રીના 11 30 વાગ્યાની આસપાસ માળીયા મિયાણાના સુરજબારી પુલ નજીક માળિયા થી કચ્છ તરફ જતા ટ્રેલર નમ્બર GJ 12 BV 0159 ના ચાલકે કાબુ ગુમાવતાં ટ્રેલર ડિવાઈડર થી રોંગ સાઈડમાં આવી જતાં અકસ્માત સર્જાયો હતો જો કે સદનસીબે સામેથી કોઈ વાહન આવતું ન હોવાથી મોટો અકસ્માત સર્જાતા સ્હેજમાં અટક્યો હતો બનાવની જાણ માળીયા મિયાણા પોલીસને થતાં જ પીએસઆઈ એન.બી.ડાભી સહિતનો પોલીસ કાફલો ટ્રાફિક સર્જાય એ પૂર્વે જ ટ્રેલરને રોડ પરથી હટાવવાની કામગીરી શરૂ કરી ટ્રેલરને હટાવી લેવામાં આવ્યું હતું.