સામાજિક જાગૃતિ એકતા મિશન અંતર્ગત સર્વ સમાજના હોદેદારો ની કારોબારી સમિતિની બેઠકનું આયોજન કૉમ્યુનિટી હૉલ, હાઉસિંગ બોર્ડ,નવા બસ સ્ટેશન મોરબી ખાતે કરવામાં આવેલ. આ બેઠક માં સંગઠન ના રાષ્ટ્રીય સંયોજક એડવોકેટ કેવલસિંહ રાઠોડ સાહેબ,કુમારી ભાવનાબેન રાઠોડ,ભીમજીભાઈ બેડવા તેમજ મોરબી જિલ્લા ના પ્રભારી હિતેશભાઈ ગેડીયા,જિલ્લા સહપ્રભારી હમીરભાઇ ટોળીયા, જિલ્લા અધ્યક્ષ મધુવન સંઘપાલ તથા સંગઠનના અન્ય હોદેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સામાજીક જાગૃતી એકતા મિશન નો ઉદ્દેશ્ય છે કે સર્વ સમાજનાં દબાયેલા,કચડાયેલા,પીડિત, શોષિત,ગરીબ લોકો ને મદદ કરવાનો છે. આ સંગઠનમાં તમામ સમાજનાં માનવતાવાદી વિચારધારા ધરાવતા લોકો જોડાયેલા છે.