Friday, April 19, 2024
HomeGujaratમાળીયા(મી)ને વરસાદમાં પછાતનું મહેણું ભાંગતા મેઘરાજા

માળીયા(મી)ને વરસાદમાં પછાતનું મહેણું ભાંગતા મેઘરાજા

આખા દિવસમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો

- Advertisement -
- Advertisement -

માળીયા તાલુકો વિકાસમાં તો પછાત છે જ પણ વરસાદમાં પણ પછાત રહ્યો છે. માળીયાની ભૌગોલિક સ્થિતિ જોઈએ તો અત્યાર સુધીમાં મેઘરાજાએ માળીયા ઉપર બહુ જ ઓછું કૃપા દ્રષ્ટિ કરી છે. પણ આજે વરસાદમાં પછાત હોવાનું મહેણું મેઘરાજા ભાંગી રહ્યા છે.

મોરબી જિલ્લામાં ચોમાસાની શરૂઆતથી જ માળીયામાં મેઘકૃપા થઈ ન હતી. મોરબી, ટંકારા, હળવદ જિલ્લામાં બધેય મેઘરાજાએ કૃપા કરી હતી. પણ માળીયાને વરસાદથી વંચિત રાખ્યો હતો. પણ આજે માળીયાવાસીઓની પ્રાર્થના સાંભળી હોય આજે સવારથી મેઘરાજા માળીયા ઉપર મહેરબાન થયા છે. સાંજ સુધીમાં એક ઇંચથી વધુ વરસાદ પડી ગયો છે અને હજુ પણ લોકો માળીયામાં મેઘરાજાને મન મુકીને વરસાદ વરસાવવાની વિનવણી કરી રહ્યા છે. જો કે આજે જિલ્લામાં માળીયા જેટલો ક્યાંય બીજે વરસાદ પડ્યો ન હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!