મળતી માહિતી મુજબ મોરબીના ઇન્દિરાનગરમાં સમર્પણ હોસ્પિટલ પાછળ મોમાઇ કરીયાણા સ્ટોર્સ પાસે રહેતી વિજયાબેન મુકેશભાઇ સોલંકી(ઉ.વ.૩૭)નામની પરિણીતા ગત તા. ૩૦ના રોજ સવારના નવેક વાગ્યાના સમયે ઘરે કોઇને કહ્યા વગર કયાંક ચાલ્યા ગયા છે. જે અંગે ગુમશુદાના પતિએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલમાં પોલીસે પરિણીતાની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે વિજયાબેનએ વરીયાળી કલરની સાડી અને લાલ કલરનું બ્લાઉઝ પહેરેલુ છે અને હાથમાં ત્રાજવાથી આર ત્રોફાવેલ છે, તેણે કોઇ અભ્યાસ કરેલ નથી.