સીરામીક ટાઈલ્સ ઉપર જીસીસી (ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ) ના ગલ્ફ દેશોમા ચાલી રહેલ એન્ટીડંમ્પીંગ ડ્યુટીના પ્રશ્ર્નોના મુદ્દે રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારીયા દ્વારા દિલ્હી ખાતે ઉઘોઁગભવન માં મિનિસ્ટ્રી ઓફ કોમસઁ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ વિભાગના કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયેલ ને રજુઆત કરવામા આવી હતી.
જેમા મીડટર્મ રીવ્યુ અને ન્યુ શીપર કંપનીઓ માટે સાઉદી અરેબીયા દ્વારા ઝડપથી પ્રક્રીયા હાથ ધરવામા આવે તેમજ મોરબી સીરામીક એસોસીએસનને એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ફાળવવામા આવે તે બાબતે રજુઆતો કરવામા આવી જેમા મોરબી સીરામીક એસોસીએસનના સેનેટરી ડીવીઝનના પ્રમુખ કિરીટભાઈ પટેલ, કમીટી મેમ્બર ગૌતમભાઈ તેમજ પરેશભાઈ હાજર સહિતના હાજર રહ્યા હતા.