રાત્રે અગાસી ઉપર સૂતા હોય તે દરમિયાન અકસ્માતે નીચે પટકાતા માથામાં ગંભીર ઇજા પહોંચતા મૃત્યુ.
મોરબી-૨ મહેન્દ્રનગર નજીક મીલી પાર્ક વિસ્તારમાં રહેણાંક મકાનની અગાસી પરથી અકસ્માતે નીચે પટકાતા પ્રૌઢ મહિલાને ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા બાદ ટૂંકી સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજ્યું હતું.
મોરબી-૨ મહેન્દ્રનગર હળવદ રોડ પર આવેલા મીલી પાર્ક શેરી નં.૬ ખાતે રહેતા દિવ્યાબેન હર્ષદભાઈ વ્યાસ ઉવ.૫૫ ગત તા.૨૯/૦૫ના રોજ રાત્રે પોતાના પતિ સાથે મકાનની અગાસી ઉપર સુતા હતા. દરમિયાન કોઈ કારણોસર તેઓ બે માળના મકાનની છત પરથી નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન દિવ્યાબેનનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે સમગ્ર બનાવ અંગે બી ડિવિઝન પોલીસે મૃતકના પતિ હર્ષદભાઈ ભાસ્કરભાઈ વ્યાસ પાસેથી પ્રાથમિક વિગતો મેળવી અ.મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.






