Saturday, April 20, 2024
HomeNewsMorbiમોરબી બી ડિવિઝન પોલીસે જુદી જુદી બે જગ્યાએથી વિદેશી દારૂ સાથે બે...

મોરબી બી ડિવિઝન પોલીસે જુદી જુદી બે જગ્યાએથી વિદેશી દારૂ સાથે બે ને પકડી પાડ્યા…

મોરબી એસપી એસ આર ઓડેદરા,ડીવાયએસપી રાધિકા ભારાઈની સૂચનાથી ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ એ માટે કાર્યવાહી કરવા આપેલી સૂચનાઓ અનુસાર આજે મોરબી સીટી બી ડીવીઝન પીઆઈ આઈ એમ કોંઢિયા ના માર્ગદર્શન હેઠળ બી ડિવીઝનના પોલીસકર્મી વનરાજભાઈ ચાવડા ને મળેલી બાતમીના આધારે મહેન્દ્રનગર ચોકડી નજીક આવેલી શિવ એન્જીનીયરીંગ નામની દુકાનમાંથી હસમુખ છગનભાઇ હળવદીયા ઉ.વ.35 રહે.હરિપર (કેરાળા) તા.મોરબી જી.મોરબી વાળાને ૧૦ બોટલ વિદેશી દારૂ કિમત રૂ.૭૦૩૫/- સાથે ધરપકડ કરી બી ડીવીઝન પોલીસમથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

જ્યારે બી ડીવીઝન પીઆઈ આઈ એમ કોંઢિયા ની ટીમ દ્વારા બીજા દરોડામાં લખધીરપુર રોડ પર આવેલી ગ્રાન્ડ વૈભવ પાસે જાહેરમાં રોડ પરથી પેટ્રોલીગ દરમ્યાન નીતિન અરજણભાઈ શિયાળ ઉવ 35 રહે.સો ઓરડી શેરી ન.૧૨ મોરબી -૦૨ વાળાની ૦૭ બોટલ વિદેશી દારૂ કિંમત રૂ.૨૧૦૦/- સાથે ધરપકડ કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરીછે.આ કામગીરીમાં બી ડીવીઝન પીઆઈ આઈ એમ કોંઢિયા સહિતના પોલીસકર્મીઓ ક્રીપાલસીંહ ચાવડા ઇન્તીયાઝભાઇ જામ અર્જુનસીંહ ઝાલા કીશોરદાન ગઢવી અંબાપ્રતાપસિંહ જાડેજા તથા વનરાજભાઇ ચાવડા રમેશભાઇ મીયાત્રા ભગીરથભાઈ લોખીલ મુકેશભાઇ જીલરીયા દેવશીભાઇ મોરી જોડાયા હતા

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!