Thursday, September 19, 2024
HomeGujaratમોરબી સિરામિક એસોસિયેશન નર્મદા બાલઘરની મુલાકાતે : નવા ઉપકરણોની ભેટ આપી

મોરબી સિરામિક એસોસિયેશન નર્મદા બાલઘરની મુલાકાતે : નવા ઉપકરણોની ભેટ આપી

મોરબી સિરામિક એસોસિયેશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા અને હરેશભાઈ બોપલીયા સહિતના હોદેદારો એ મોરબી ખાતે આવેલ નર્મદા બાલઘરની મુલાકાત લીધી હતી અને વિવિધ નવા ઉપકરણોની ભેટ આપી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી સિરામિક એસોસિયેશન નાં જણાવ્યા અનુસાર, ભરતભાઈ મહેતાનું મોરબીને ભારતનું Silicon Valley બનાવવાનું સ્વપ્ન છે. જેને લઇ તેમના દ્વારા નર્મદાબેન સુખલાલ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને ટેકનોલોજીનું જ્ઞાન આપી બાળકને પોતાના પગભર કરવાનો અને બાળકોનો સર્વાંગી વિકાસ કરવાનો છે. જેમાં કરીક્યુલમ અને કો- કરીક્યુલમનો સમાવેશ કરેલ છે. તેમજ કરીક્યુલમમાં ધોરણ ૬ થી ૧૦ ના કેમેસ્ટ્રી, ફિઝીક્સ, બાયોલોજીના પ્રયોગોની કીટ તથા પ્રયોગપોથી ગુજરાતી, હિન્દી, અંગ્રેજી એમ ત્રણ ભાષામાં આપવામાં આવે છે. જે નર્મદા બાલઘરના પોર્ટલ WWW.NBGSCIENTIST.COM પર છે અને તે મોરબીના બાળકો માટે ફ્રી છે. કો- કરીક્યુલમમાં ડ્રોન, ૩D પ્રિંટિંગ, ઓગમેંટેડ રિયાલીટી, વર્ચ્યુયલ રિયાલીટી, ડિજિટલ ડ્રોઈંગ, કમ્પ્યુટર કોડિંગ, લેન્ગ્વેજ જગલર, ડિજિટલ એનસાઈક્લોપીડિયા શીખવવામાં આવે છે. હાલ હમણાં મોરબીની ૭૫ શાળાઓને ૩D પ્રિન્ટર આપવામાં આવ્યા છે. તેમજ Virtual reality Glass આપવામાં આવ્યા છે. જે શિક્ષણમાં આવનાર સમયમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!