Monday, November 2, 2026
HomeGujaratમોરબી: માળીયા ફાટક ઓવરબ્રિજ પર બંધ ટ્રક પાછળ બાઇક ઘૂસી જતાં ચાલકનું...

મોરબી: માળીયા ફાટક ઓવરબ્રિજ પર બંધ ટ્રક પાછળ બાઇક ઘૂસી જતાં ચાલકનું મોત

પાછળ બેઠેલા આધેડને ગંભીર ઇજાઓ થતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા.

- Advertisement -
- Advertisement -

મોરબી-માળીયા નેશનલ હાઈવે પર માળીયા ફાટક ઓવરબ્રિજ ઉપર બંધ પડેલા ટ્રક પાછળ બાઇક ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇકચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે પાછળ બેઠેલા આધેડને ગંભીર ઇજાઓ પહોંચતા તેને મોરબી, રાજકોટ બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડયા હતા.

મોરબી-માળીયા નેશનલ હાઈવે પર માળીયા ફાટક ઓવરબ્રિજ ઉપર ગત તા. ૨૮/૧૦ના રોજ સવારે અકસ્માતની ઘટના બની હતી. જેમાં જસવંતકુમાર સબુરભાઈ ઝાલા પોતાનું મોટરસાઇકલ રજી.નં. જીજે-૦૭-ઈએફ-૦૮૫૫ ઉપર ભરતભાઈ સબુરભાઈ રાઠોડ હાલ મોરબી મુળરહે. વાંદરીયા દુધાથલ ગામ તા. કપડવંજ જી.ખેડા વાળાને પાછળ બેસાડીને મજૂરી કામે જતા હતા. દરમિયાન ઓવરબ્રિજ ઉપર સાઇડમાં બંધ પડેલા ટ્રક રજી.નં. જીજે-૧૨-બીવાય-૪૪૪૨ પાછળ બાઇક ઘૂસી જતાં જસવંતભાઈને માથા, કપાળ અને દાઢીના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

જ્યારે પાછળ બેઠેલા ભરતભાઈ રાઠોડને મોઢા, છાતી અને ડાબા હાથમાં ગંભીર ઇજાઓ થતાં પ્રથમ મોરબી અને ત્યારબાદ રાજકોટ મારફતે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ ઇજાગ્રસ્ત ભરતભાઇના પુત્ર સંતોષભાઈ રાઠોડની ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસે આરોપી બાઇકચાલક સામે ભારતીય ન્યાય સંહિતા તથા મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!