મોરબી-૨ના ત્રાજપર વિસ્તારમાં અવેળા પાસે જાહેરમાં તીનપત્તિનો જુગાર રમતા બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે રામજીભાઈ જયંતીભાઈ માજુશા ઉવ.૨૦ અને જીવરાજભાઈ નરશીભાઈ અદગામા ઉવ.૬૫ બંને રહે. ત્રાજપર શેરી નં.૧ મોરબી-૨ વાળાને પકડી તેમની પાસેથી રૂ.૧,૨૦૦/- રોકડા સહિતનો મુદ્દામાલ કબજે કરી બી ડિવિઝન પોલીસે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.






