મોરબીના ત્રાજપર એસ્સાર પંપ પાછળ રહેતા ટ્રાન્સપોર્ટનાં ધંધા સાથે સંકળાયેલ પ્રકાશભાઈ ખેંગારભાઈ ગોલતરે આરોપી ભરતભાઈ આંબાલીયા તથા નવઘણ મોહનભાઈ બાંભવા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેને મેધરાજભાઈ શરશીયા તથા આરોપી નવઘણ મોહનભાઈ બાંભવાને કોઈ રૂપિયાની લેતી દેતી બાબતે બોલાચાલી થયેલ હોય તેનું સમાધાન ફરિયાદી પ્રકાશભાઈએ કરાવેલ હોય જેનો ખાર રાખી ફરિયાદી પ્રકાશભાઈ કંડલા બાયપાસ નજીક તુલસીપાર્ક જીઈબી નજીક હોય દરમ્યાન આરોપી ભરતભાઈ આંબાલીયાએ ગાળો આપી સ્વીફ્ટ કારમાં તોડફોડ કરી નુકશાન કરી આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મોરબી એ ડીવીઝન પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.