Saturday, April 20, 2024
HomeGujaratમોરબી કચ્છ હાઇવે ઉપર હરિપરના પાટિયા નજીક અજાણ્યા વાહનના ઠાઠામાં ટ્રક ઘુસી...

મોરબી કચ્છ હાઇવે ઉપર હરિપરના પાટિયા નજીક અજાણ્યા વાહનના ઠાઠામાં ટ્રક ઘુસી જતા ચાલકનું મોત

મુળ કચ્છનાં વતની ઉદયભાઇ ચંદ્રકાન્તભાઇ શાહએ પોતાના ભાઈ મૃતક આરોપી ભરતભાઇ ચંદ્રકાન્તભાઇ શાહ (ઉં.વ.૩૬) વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે તા. ૧૪નાં રોજ ભરતભાઇ પોતાનો ટાટા કંપનીની ૧૧૦૯ ટ્રક નં. જીજે-૧૨-બીએક્સ-૩૦૬૪ લઈ રાત્રીના આશરે સાડા ચારેક વાગ્યે જઈ રહ્યા હતા દરમ્યાન ટ્રક પુર ઝડપે ગફલતભરી રીતે ચલાવી આગળ જતાં કોઈ અજાણ્યા વાહનના પાછળના ભાગે ભટકાઈ જતા ભરતભાઇનું મોત નીપજ્યું હતું. માળીયા પોલીસે બનાવની ફરિયાદનાં આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!