મોરબી કચ્છના યુવા અને ઉત્સાહી સાંસદ વિનોદભાઈ ચાવડા અને તેના પુત્ર પ્રીયાંશુંને કોવિડ 19 થઈ જતા હાલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જેમાં વિનોદભાઈના નાના ભાઈ જયભાઈ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે વિનોદભાઈ અને પ્રીયાંશુંને તાવ માથું જેવી સામાન્ય તકલીફ થતા તેનોત્રણ દિવસ પૂર્વે કોરોના રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો જેના પગલે તુરંત સારવાર માં ખસેડવામાં આવ્યા હતા હાલ વિનોદભાઈ અને તેના પુત્ર પ્રીયાંશું ને દિલ્હી ખાતે સારવારમાં રાખવામાં આવ્યા છે સાથે જ તેની સાથેના લોકો ને પણ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.વિનોદભાઈ મોરબી કચ્છમાં લોકપ્રિય સાંસદ છે ત્યારે વિનોદભાઈ ને કોરોના પોઝિટિવ આવતા લોકો પિતા પુત્ર ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.