મોરબીનાં સામાકાંઠે બૌધનગર વિસ્તારના રસ્તા પર આવેલ સાર્વજનિક જગ્યા હોય તે જગ્યા ગેરકાયદેસર વેચાણ કરાતું હોવાનું ધ્યાને આવતા મોરબી મામલતદાર દિવ્યરાજસિંહ જાડેજાએ આરોપીઓ અશોકભાઈ બાબુભાઈ કુરીયા તથા હુસેનભાઈ મુસાભાઈ પઠાણ (રહે. ભડીયાદ) વાળાઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ ૨૦૨૦ મુજબ ફરિયાદ નોંધાવેલ છે. મોરબી બી ડીવીઝન પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય ચલાવી રહ્યા છે.