Friday, April 26, 2024
HomeGujaratમોરબીના મકનસર ગામે રહેણાંક મકાનમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ : ત્રણ...

મોરબીના મકનસર ગામે રહેણાંક મકાનમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ : ત્રણ પકડાયા, એકની શોધખોળ

બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલ.સી.બી. સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે મકનસર રેલ્વે સ્ટેશન પાસે આવેલ આરોપી સંજયભાઇ કુવરજીભાઇ ધોળકીયાના મકાનમાં દેશી પીવાનો દારૂ ગાળવાનું ચાલુ હોય તે વખતે રેડ કરી હતી. પોલીસે સ્થળ પરથી દેશી પીવાનો દારૂ ગાળવાની ચાલુ ભઠ્ઠીનો ગરમ આથો લીટર-૧૦૦ (કિં.રૂ.૨૦૦/-), ઠંડો આથો લીટર ૧૦૦૦ (કિં.રૂ.૨૦૦૦/-), ભઠ્ઠીના સાધનો એલ્યુમીનીયમના બકડીયા નંગ-૨ (કિં.રૂ.૧૦૦/-) , પાટલી નળી સાથે નંગ-૨, ગેસના લોખંડના ચુલા નંગ-૨ (કિં.રૂ.૪૦૦/-) તથા રીલાયન્સ કંપનીના ગેસના બાટલા નંગ-૨ (કિં.રૂ.૫૦૦૦/-) તથા દેશી દારૂ આશરે લીટર-૨૦ (કિં.રૂ.૪૦૦/-) મળી કુલ કિં.રૂ.૮૧૦૦/- ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓ સંજયભાઇ કુવરજીભાઇ ધોળકીયા,મેહુલભાઇ જગદીશભાઇ સીરોયા,સુરેશભાઇ હીરાભાઇ ગોધાણીને ઝડપી લીધા હતા.જ્યારે ચોથો આરોપી રામજીભાઇ છનાભાઇ કોળી હાજર ન મળતા તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!