Saturday, July 4, 2026
HomeGujaratત્રણ વર્ષથી ફરાર ફેટલ અકસ્માત કેસના આરોપીને એસઓજીએ ઝડપી પાડ્યો

ત્રણ વર્ષથી ફરાર ફેટલ અકસ્માત કેસના આરોપીને એસઓજીએ ઝડપી પાડ્યો

મોરબી તાલુકા પોલીસ મથકના વર્ષ ૨૦૨૩ના ફેટલ અકસ્માતના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપીને મોરબી એસઓજી ટીમે રાજકોટ જીલ્લાના લોધિકા તાલુકાના ચીભડા ગામેથી ઝડપી હસ્તગત કરી આગળની કાર્યવાહી સબબ મોરબી તાલુકા પોલીસને સોંપ્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાના અભિયાન હેઠળ મોરબી એસઓજી ટીમે, તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૩માં નોંધાયેલા ફેટલ અકસ્માતના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી ફરાર રહેલા આરોપી અનિલભાઈ મૂળજીભાઈ પરમાર મૂળ રહે. ગોંધીખેડા ચારણ તા. સરદારપુર જી. ધાર મધ્યપ્રદેશ હાલ રહે.રાજકોટ જીલ્લાના લોધિકા તાલુકાના ચીભડા ગામ વાળાને બાતમીને આધારે ચીભડા ગામેથી એસઓજી ટીમે દરોડો પાડી તેને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસને સોંપવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!