Friday, September 20, 2024
HomeNewsBirthdayમોરબી નગરપાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાનો આજે જન્મ દિવસ

મોરબી નગરપાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાનો આજે જન્મ દિવસ

મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ છે ત્યારે જયરાજસિંહ જાડેજાએ આજે તેમના જીવનના ૩૯વર્ષ પૂર્ણ કરી ૪૦માં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. મોરબીના યુવા અને લોકોના કામો માટે સતત પ્રયત્નશીલ રહેતા અને લોક હિતાર્થ માટે હર હમેંશા તૈયાર રહેતા યુવાનો માટે પ્રેરણારૂપ અને ઉત્સાહસભર જીવનશૈલી દાખવતા જયરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ છે જયરાજસિંહ નાનપણથી જ કંઈક કરી છુટવાની ભાવના ધરાવતાં હતા. બાદ જયરાજસિંહ ધીમે ધીમે આગળ વધતા ગયા ઉત્કૃષ્ઠ નિર્ણય શક્તિ ધરાવતાં હોવાના કારણે તેઓ એક પછી એક સફળતાના શિખરો સર કરતાં ગયા હતા.

- Advertisement -
- Advertisement -

આ સાથે જ મોરબી શહેરમાં અને મોરબીના લોકો માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે જયરાજસિંહ જાડેજાએ છેલ્લા ૧૨ વર્ષથી એટલે કે ત્રણ ટર્મથી નગરપાલિકાના કાઉન્સિલર તરીકે મોરબીની પ્રજા દ્વારા ચૂંટાઈ આવી તેમજ આશરે બે વર્ષથી મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે તેમજ છેલ્લા ૨૩ વર્ષથી મોરબીની પ્રખ્યાત પ્રાચીન ગરબી માઁ ગરબી મહોત્સવના મુખ્ય આયોજક હોય અને અતિ કોમળ અને મિલનસાર સ્વભાવ ધરાવતા જયરાજસિંહ પરિવારમાં પણ સૌથી લાડકા છે હર હમેશા જવાબદારી લેવા માટે તત્પર રહેતા જયરાજસિંહનો આજે જન્મદિવસ છે ત્યારે તેઓના શુભચિંતકો અને પરિવારજનો તરફથી તેઓ જીવનમાં આગળ વધી ખૂબ પ્રગતિ કરી સફળતાના શિખરો સર કરે તેવી ઠેર ઠેર શુભેચ્છાઓ વરસી રહી છે આ તકે મોરબી મીરરની ટીમ દ્વારા પણ જયરાજસિંહ જાડેજા હર હમેશ નિરોગી અને સાથે લોકોને ઉપયોગી રહી સફળતાનાં શીખરો સર કરે ત અભ્યર્થના પાઠવવામાં આવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!