Saturday, April 27, 2024
HomeGujaratમોરબી જુના ઘુટુ રોડ પર ટ્રકની ઠોકરે બાઈક ચાલક બન્યો કાળનો કોળિયો

મોરબી જુના ઘુટુ રોડ પર ટ્રકની ઠોકરે બાઈક ચાલક બન્યો કાળનો કોળિયો

મોરબી જિલ્લામાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. અકસ્માતમાં અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચે છે તો બીજી તરફ અનેક લોકો પોતાની જિંદગી ટૂંકાવે છે. ત્યારે ફરી એકવાર મોરબીના જુના ઘુટુ રોડ સોના સીરામીકના કારખાનાની સામે પુલ ઉપર એવી જ ઘટના સામે આવી છે. જેમાં ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈકચાલક કાળનો કોળિયો બન્યો હતો.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈકચાલકના ભાઈ રોનક દલસુખ દલસાણીયાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમના મોટાભાઇ વૈભવભાઇ પોતાનું બાઇક લઈને ઘુટુ રોડ સોના સીરામીકના કારખાનાની સામે પુલ ઉપર જઈ રહ્યા હતા. ત્યારે ટ્રક રજીસ્ટ્રેશન નંબર RJ-14-GN-6238 ના ચાલકે બેબી કાર અને ગફલતભરી રીતે ટ્રક ચલાવી વૈભવ ભાઇને મો.સા.રજી નંબર-GJ-36-J-8608 ને અડફેટે લઇ ગંભીર અકસ્માત કર્યો હતો. અકસ્માતમાં બાઈક ચાલકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ મોરબી તાલુકા પોલીસને થતા ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!