Thursday, December 26, 2024
HomeGujaratછેલ્લા દોઢ વર્ષથી લુંટ વીથ મર્ડરના ગુન્હામાં વચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલ...

છેલ્લા દોઢ વર્ષથી લુંટ વીથ મર્ડરના ગુન્હામાં વચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલ આરોપીને પકડી પાડતી મોરબી પેરોલ ફર્લો સ્કવોડ /એલ.સી.બી.

પોલીસ અધિક્ષક મોરબી સુબોધ ઓડેદરાએ પેરોલ ફર્લો, વચગાળા, પોલીસ જાપ્તા, જેલ ફરાર આરોપીઓને પકડી પાડવા અંગે સુચના આપતા એન.બી.ડાભી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.ના માર્ગદર્શન હેઠળ આજરોજ પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ.કોન્સ. ચંદ્રકાંતભાઇ વામજા તથા વિક્રમસિંહ બોરાણા ખાનગી રાહે મળેલ હકીકત આધારે ગાંધીનગર ઇન્ફો સીટી પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૬૯/૨૦૧૬ આઇ.પી.સી.કલમ-૨૦૧,૩૦૨,૩૯૭,૪૫૦ ના કામે લુંટ વીથ મર્ડરના ગુન્હામાં સાબરમતી મધ્યસ્થ જેલ અમદાવાદમાંથી તા.૨૭/૦૮૨૦૧૯ થી તા.૦૪/૦૯/૨૦૧૯ સુધીના વચગાળાના જામીન મેળવી તા.૦૪/૦૯/૨૦૧૯ ના રોજ સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હોય પરંતુ મજકુર કેદી વચગાળાની રજા પરથી ફરાર થયેલ હોય જે કેદી મનજી ઉર્ફે માનસીંગ મુળાભાઇ ભુરીયા (રહે વાંસીયાડુંગરી તળાવ ફળીયુ તાધાનપુર જી.દાહોદ) વાળાને ટંકારા લતીપર ચોકડી ખાતેથી પકડી પાડી સાબરમતી મધ્યસ્થ જેલ અમદાવાદને સોંપવા તજવીજ કરેલ છે.

- Advertisement -
- Advertisement -

આમ, છેલ્લા દોઢ વર્ષથી લુંટ વીથ મર્ડરના ગુન્હામાં વચગાળાની રજા પરથી ફરાર થયેલ આરોપીને પકડી પાડવામાં પેરોલ ફર્લો સ્કવોડાએલ.સી.બીને સફળતા મળેલ છે.

આ કામગીરી એન.બી.ડાભી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા એ.એસ.આઇ. પોલાભાઇ ખાંભરા,રસીકભાઇ ચાવડા,સંજયભાઇ પટેલ, રજનીભાઇ કૈલા,કૌશિકભાઇ મારવણીયા તથા પો.હેડ.કોન્સ. વિક્રમસિંહ બોરાણા, ચંન્દ્રકાંતભાઇ વામજા, ચંદુભાઇ કાણોતરા, સંજયભાઇ મૈયડ, પૃથ્વીરાજસિંહ જાડેજા, જયવંતસિંહ ગોહીલ, સહદેવસિંહ જાડેજા, જયેશભાઇ વાઘેલા, પો.કોન્સ. બ્રિજેશભાઇ કાસુન્દ્રા, ભરતભાઇ મીયાત્રા, દશરથસિંહ પરમાર, નિરવભાઇ મકવાણા, ભરતભાઇ જીલરીયા, ભગીરથસિંહ ઝાલા,નિર્મળસિંહ જાડેજા, અશોકસિંહ ચુડાસમા વિગેરેનાઓ દ્વારા કરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!