મોરબી પરશુરામ ધામ તેમજ સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા આમ આદમી પાર્ટીના નવ નિયુક્ત શહેર પ્રમુખ હિતેશભાઈ વિનુભાઈ ભટ્ટ નુ પરશુરામ ધામ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું.તેમજ હાજર સમગ્ર બ્રહ્મ આગેવાનોએ આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ હિતેશભાઈ ભટ્ટ ને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ તકે પરશુરામ ધામ મોરબીના પ્રમુખ ભુપતભાઇ પંડ્યા, અનિલભાઈ મહેતા,સમસ્ત બ્રહ્મસમાજ ના પ્રમુખ રવિન્દ્ર ભાઈ ત્રિવેદી, મહામંત્રી મિલેશભાઈ જોશી, કમલભાઈ દવે,પરશુરામ યુવા ગ્રુપ ના પ્રમુખ અતુલભાઈ જોશી,મોરબી જિલ્લા બ્રહ્મસમાજ ના મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ અને નિરજભાઈ ભટ્ટ,હસુભાઈ પંડ્યા,એન. એન.ભટ્ટ,મનોજભાઈ પંડ્યા, વિનુભાઈ ભટ્ટ, આર.કે.ભટ્ટ,વિનુભાઈ પંડ્યા,ડો. આશિષભાઈ ત્રિવેદી તેમજ મુકુંદરાય જોષી સહિતના અગ્રણીઓ એ ઉપસ્થિત રહ્યા હતા.


                                    






