Wednesday, July 1, 2026
HomeGujaratપ્રેમસંબંધના વિવાદમાં ફાયરિંગ કરી ખુનની કોશિશ કરનાર આરોપીઓને ઝડપી લેતી મોરબી પોલીસ

પ્રેમસંબંધના વિવાદમાં ફાયરિંગ કરી ખુનની કોશિશ કરનાર આરોપીઓને ઝડપી લેતી મોરબી પોલીસ

ત્રાજપરમાં યુવક સહિતનાઓ પર જીવલેણ હુમલો કરી રિવોલ્વર જેવા હથિયારથી ફાયરિંગ કરાયું હતું, એલસીબી, એસઓજી અને સીટી બી ડિવિઝન પોલીસે સંયુક્ત ઓપરેશન ધરી આરોપીઓને ઝડપી પાડ્યા.

- Advertisement -
- Advertisement -

મોરબીના ત્રાજપર વિસ્તારમાં પ્રેમસંબંધના વિવાદમાં યુવક સહિત ત્રણ ઉપર હુમલો કરી ફાયરિંગ કરવાના બનાવમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેમાં એલસીબી, એસઓજી અને સર્વેલન્સ ટીમે અલગ અલગ ટીમો બનાવી ઓપરેશન હાથ ધર્યું હતું, તે દરમિયાન પૂર્વ બાતમીને આધારે લગધીરપુર રોડ ઉપરના ભંગારના ડેલામાં દરોડો પાડી ચાર આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી શહેરના ત્રાજપર વિસ્તારમાં પ્રેમસંબંધના વિવાદને લઈને યુવક સહિત ત્રણ ઉપર જીવલેણ હુમલો અને ફાયરિંગ કરવાના ગંભીર ગુનામાં મોરબી પોલીસે ઝડપી કાર્યવાહી કરી ચાર આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડ્યા છે. કેસની ટુક વિગત મુજબ, ફરિયાદી ચિરાગભાઈ સનુરાને મુખ્ય આરોપીઓની દીકરી સાથે પ્રેમસંબંધ હોવાથી તે અવારનવાર તેમના ઘર પાસે આવતો-જતો હતો. આ બાબતથી નારાજ આરોપીઓએ અગાઉ તકરાર કરી હતી. ઘટનાના દિવસે ફરિયાદી અને તેનો મિત્ર બેઠા હતા ત્યારે બે આરોપીઓએ આવી ગાળો આપી મારામારી શરૂ કરી હતી. ત્યારબાદ અન્ય આરોપીઓ પણ ત્યાં પહોંચી ગયા હતા અને ફરિયાદી તથા સાહેદો ઉપર હુમલો કર્યો હતો.

હુમલા દરમિયાન એક આરોપીએ સાક્ષી રાહુલના માથામાં પથ્થર મારી ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા પહોંચાડી હતી, જ્યારે અન્ય આરોપીએ રિવોલ્વર જેવા હથિયારથી ફરિયાદીને મારી નાખવાના ઇરાદે ફાયરિંગ કર્યું હતું. તમામ આરોપીઓએ એકબીજાની મદદગારીથી ગુનો આચર્યો હોવાનું ફરિયાદમાં નોંધાયું છે. ત્યારે ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ જીલ્લા પોલીસવડા મુકેશકુમાર પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એમ. આલના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી બી ડિવિઝન, એલસીબી, એસઓજી અને સર્વેલન્સ ટીમોને આરોપીઓની શોધખોળ માટે સૂચના આપવામાં આવી હતી. તે દરમિયાન બાતમીના આધારે લગધીરપુર રોડ પર આવેલા ભંગારના ડેલામાં સંતાયેલા આરોપી નિરંજનભાઇ તિલકપ્રસાદ બિંદ, હિમાંશુભાઇ નિરંજનભાઇ બિંદ બન્ને રહે,હાલ મોરબી-૨ હાઉસીંગ બોર્ડ પાવનપાર્ક સોસાયટી શેરી નં.૪ મુળ રહે.ગામ મહેમુદાબાદ તા.બિંદ જી.નાલંદા રાજય બિહાર તેમજ આરોપી ચંદનભાઇ મહેશભાઇ જમાદાર રહે.હાલ ગામ બેલા (રંગપર) ખુલ્લા પ્લોટમા ઝુપડામાં તા.જી.મોરબી મુળ રહે.ગામ કોરારી તા.બેલ્ધી જી.પટણા રાજય બિહાર તથા આરોપી મોહનભાઇ અનુજભાઇ બિંદ રહે.હાલ લગધીરપુર રોડ એન્ટીક કારખાના પહેલા મોરબી-૨ મુળ રહે.ગામ ભાથા તા.હરનૌત જી.નાલંદા રાજય બિહાર વાળાને ઝડપી લેવામાં આવ્યા હતા. હાલ મોરબી પોલીસે તેમની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!