રાજ્યવ્યાપી ડુપ્લીકેટ ઇન્જેક્શન રેકેટમાંમાં મોરબી પોલીસે ઝડપી લીધેલા ૨૨ ઈસમોને ઝડપી પાડ્યા હતાં જે પૈકી ૧૮ આરોપીને રિમાન્ડ પર સોપવામાં આવ્યા બાદ જેલહવાલે કરવામાં આવ્યા હતા તો ઝડપાયેલા ત્રણ આરોપીઓ રાહુલ અશ્વિન લોહાણા (રહે મોરબી) , મહમદ આશિમ ઉર્ફે મહમદ આશીફ મહમદ અબ્બાસ શેખ (રહે. અમદાવાદ) અને સંજયકુમાર ઈશ્વરભાઈ પટેલ (રહે. વાપી) કોરોના પોઝીટીવ આવ્યા બાદ સ્વસ્થ થતા તેઓની ધરપકડ કરી હતી તે ઉપરાંત અન્ય એક આરોપી જયદેવસિંહ ઝાલા સુરતથી ઝડપાયો હોય આ ચાર ઇસમોને કોર્ટમાં રજુ કરતા કોર્ટે તા. ૨૪ સુધીનાં પોલીસ રિમાન્ડ પર સોપ્યા હતા જે રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજુ કરી ચારેયને જેલહવાલે કરાયા છે તે ઉપરાંત અન્ય એક ઇસમ ઝડપાયો હોય જે કોરોના સંક્રમિત હોવાથી તેને આઈસોલેટ કરાયો હોવાની માહિતી મળી છે.