Saturday, April 20, 2024
HomeGujaratમોરબી : મોરબીના રવાપર રોડ પર એપાર્ટમેન્ટમાં તસ્કરો ત્રાટક્યા, ૧.૯૨ લાખની ચોરી

મોરબી : મોરબીના રવાપર રોડ પર એપાર્ટમેન્ટમાં તસ્કરો ત્રાટક્યા, ૧.૯૨ લાખની ચોરી

મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં મૂળ વાંકાનેરના વતની મોરબીના રવાપર ધુનડા રોડ પર રવાપર રેસીડેન્સીમાં ઘ ગાર્ડન પેલેસ એપાર્ટમેન્ટમાં બ્લોક ૧૦૪ માં રહેતા અને સિક્યુરીટીનાં વ્યવસાય સાથે સંકળાયેલા ભાસ્કરભાઈ જીવનલાલ જોષી (ઉ.વ.૨૯)એ ફરિયાદ નોંધાવી છે કે તેઓ પરિવાર સાથે તેમના વતન વાંકાનેર ગયા હોય ત્યારે ગત તા. ૧૯ ના રોજ કોઈ અજાણ્યા ઇસમોએ ફ્લેટ દરવાજાનું તાળું તોડી ફ્લેટમાં પ્રવેશ કરી રૂમમાં રાખેલ કબાટની તિજોરીમાંથી સોનાનું મંગલસૂત્ર કિં.રૂ.૯૦,૦૦૦/-, સોનાની બે વીટી કિં.રૂ.૧૬૦૦૦/- , સોનાના ચિપ્સવાળા પાટલા કિં.રૂ.૧૫૦૦૦/- , ચાંદીના સાંકળા એક જોડી કિં.રૂ.૧૫૦૦/-, નાના બાળકોની ચાંદીની કડલી, નાનો ઓમકાર તથા સોનાનો નાનો દાણો બધા મળી કિં.રૂ.૫૦૦૦/- તથા રોકડ રકમ રૂ.૬૫૦૦૦/- એમ કુલ મુદામાલ કિં.રૂ.૧,૯૨,૫૦૦/- નો મુદામાલ ચોરી કરી લઈ ગયા હતાં. મોરબી એ ડીવીઝન પોલીસે ચોરીનાં બનાવની ફરિયાદ નોંધી તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!