Monday, December 23, 2024
HomeGujaratવાહનની બોગસ વિમા પોલિસીનાં ગુન્હામાં છેલ્લા ૧૦ માસથી નાસતો ફરતો આરોપીને શોધી...

વાહનની બોગસ વિમા પોલિસીનાં ગુન્હામાં છેલ્લા ૧૦ માસથી નાસતો ફરતો આરોપીને શોધી કાઢતી મોરબી એસઓજી ટીમ

આજરોજ મોરબી પોલીસ અધિક્ષક એસ. આર. ઓડેદરાની સુચનાથી પીઆઈ જે. એમ. આલનાં માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફ નાસતા ફરતા આરોપીને પકડી પાડવા પ્રયત્નશીલ હોય દરમ્યાન એએસઆઈ ફારૂકભાઈ પટેલ તથા પો.કોન્સ. સતિષભાઇ ગરચરને મળેલ સંયુક્ત બાતમી આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનાં વાહનની બોગસ વિમા પોલીસીનાં ગુન્હામાં નાસતો ફરતો આરોપી પ્રશાંત વજુભાઈ કોડીનારીયા (ઉ.વ.૩૩, રહે. હાલ પટેલ પાર્ક, ગ્રીન સીટી સામે, વૃંદાવન સોસાયટી, જડેશ્વર મહાદેવ મંદિર સામે, રાહુલ હારમોનિયમ એપાર્ટમેન્ટ, બ્લોક નં. ૧૦૧ (ધનસુખભાઈ પટેલ નાં ફલેટમાં) મુળ રહે. મેહુલનગર, બ્લોક નં. એફ-૩૮, ઓમ એપાર્ટમેન્ટ, એમ્યુઝમેન્ટ પાર્ક સામે, તા.જી.જામનગર) વાળો મોરબી સરકારી હોસ્પિટલ પાસેથી મળી આવતા મજકુરને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને સોંપીને ધોરણસરની કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે

- Advertisement -
- Advertisement -

આ કામગીરીમાં મોરબી એસઓજી એએસઆઈ ફારૂકભાઈ પટેલ, પો.હેડ.કોન્સ. જયપાલસિંહ ઝાલા, પો.કોન્સ. સતિષભાઇ ગરચર તથા ભરતસિંહ ડાભી તથા ડ્રા.પો.કોન્સ. સંદીપભાઈ માવલા વિગેરે રોકાયેલ હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!