મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા હત્યાના એક ગંભીર ગુનાનો ઉકેલ લાવી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે.
ગત તા. ૧૭/૦૮/૨૦૨૬ના રોજ મોરબી તાલુકાના ભડીયાદ ગામ, રફાડિયા રોડ પર આવેલી આધ્યાશક્તિ પેપર મીલના કારખાનામાં એટીબીના કૂવા પાસે હત્યાનો બનાવ બન્યો હતો. ફરિયાદીના બહેનની ડિલિવરી અંગે આપેલી રૂપિયાની લેતી-દેતી બાબતે માથાકૂટ અને ઝઘડો થયો હતો. આ ઝઘડા દરમિયાન આરોપીએ ફરિયાદીના માતાને માથાના ભાગે લોખંડના હથોડા વડે ઘા મારી દેતાં તેમનું કરૂણ મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ-૨૦૨૩ની કલમ ૧૦૩(૧) તથા જી.પી.એ. કલમ ૧૩૫ મુજબ ગુનો (ગુ.ર.ન. ૧૧૧૮૯૦૦૫૨૬૧૭૬૧/૨૦૨૬) નોંધવામાં આવ્યો હતો.
પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક મોરબી ની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ માધ્યમો અને હ્યુમન સોર્સની મદદથી પોલીસે આરોપી ભૂરાભાઈ બુધીયાભાઈ કટારા
(રહેઠાણ: મૂળ રહે. પાડલવા કાચલા ફળિયું, તાલુકો-રાણપુર, જીલ્લો-જાંબુવા (મધ્યપ્રદેશ)વાળા ને ભાણવડ તાલુકાના ચોંખડા ગામની સીમ વિસ્તારમાંથી પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે.






