બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી હર્ષદભાઇ મોહનભાઇ ડામોર (ઉ.વ.૨૦) એ આરોપી ટ્રેકટર નં. જીજે-૮-એ-૬૨૦૦ ના ચાલક દીલીપભાઇ પ્રજાપતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, તા. ૧૬ ના રોજ સવારના સાડા અગીયારેક વાગ્યાના અરશામા ફરીયાદીના ભાઇ વિજય (ઉ.વ.૧૭) પીપળી ગામની સીમ સીફોન સીરામીક સામે ઇટોના ભઠામા ટ્રેકટર નં. જીજે-૮-એ-૬૨૦૦ ના પાછળ જોડેલ મીલરની બાજુમા કામ કરતો હતો. દરમ્યાન આરોપી ટ્રેકટરચાલક દીલીપભાઇએ પોતાના હવાલા વાળુ ટ્રેકટર પુરઝડપે, બેફીકરાયથી અને ગફલતભરી રીતે ચલાવી પોતાના ટ્રેકટર પાછળ જોડેલ મીલરના પાછળના ટાયરમા ફરીયાદીના ભાઇ વિજયને હડફેટે લેતા તેના શરીર ઉપર પાછળનુ ટાયર ફરી વળતા મીલરના પાછળના ટાયર નીચે દબાઇ જતા શરીરે ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે બનાવની ફરિયાદનાં આધારે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.