Friday, April 26, 2024
HomeGujaratમોરબીના ધરમપુર ગામે જૂની અદાવતમાં માથાકૂટ :એક નું મોત : નવ ઈસમો...

મોરબીના ધરમપુર ગામે જૂની અદાવતમાં માથાકૂટ :એક નું મોત : નવ ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

નસાની હાલતમાં મહિલાઓ સહીત ગ્રામજનોને બે વ્યક્તિઓએ ધોકા વડે માર્યો ઢોર માર મારતાં એકનુ મોત  સોશ્યલ મીડિયામા વીડિયો વાયરલ આધારે  નવ સખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

- Advertisement -
- Advertisement -

મોરબીમાં તાલુકાના ધરમપુર ગામે જૂની અદાવતનો ખાર રાખી યુવાન પર દસ શખ્સોએ જીવલેણ હુમલો કરતા સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો છે જેમાંમોરબી તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોધી અને આરોપીને ઝડપવા કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનાની વાત કરવા જઈએ તો મોરબીના ધરમપુર ગામે રહેતા ભરતભાઈ પરમાર નામના વ્યક્તિ પર ગામમાં જ રહેતા ઈસમો દ્વારા લાકડી પાઇપ ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો આ બનાવમાં પત્ની ભરતભાઈના પત્ની મંજુબેન ભરતભાઈ પરમાર (ઉ.૨૮) એ તેના પતિ ભરતભાઈને જૂની માથાકૂટ ચલતી હોય તેનો ખાર રાખી આરોપી જાદવભાઈ ઉર્ફે જાદો, બેચરભાઈ ભરવાડ, બેચરભાઈ ભરવાડનો ભાઈ શલીયો ભરવાડ, મૈલો કોળી, મૈલા કોળીનો ભાઈ સંજય કોળી, બળીયો કોળી, બળિયા કોળીના સંબધી વાવડીથી રહેવા આવેલ તે, શિવો કોળી અને શિવા કોળીનો દીકરો બાબો કોળી એ હુમલો કર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે આ હુમલામાં જગદીશભાઈ અને ભરતભાઈને પરમાર માર મારતા તેને ગંભીર ઈજાઓ થતા તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ઇજાગ્રસ્ત ભરતભાઈનું સારવાર દરમિયાના મોત નીપજ્યું હતું હાલ મોરબી પોલીસે નવ ઈસમો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે જો કે આ તમામ ઘટના હુમલા સમયે વીડિયોમાં કેદ થઈ ગઈ છે જેમાં અમુક ઈસમો દ્વારા હુમલો કરતા નજરે પડી રહ્યા છે હાલ મોરબી તાલુકા પીઆઈ એમ આર ગોઢાણીયાએ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!