Sunday, November 1, 2026
HomeGujaratમોરબી APMC ખાતે પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી

મોરબી APMC ખાતે પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા, વિવિધ ક્ષેત્રના શ્રેષ્ઠીઓનું સન્માન કરાયું.

- Advertisement -
- Advertisement -

મોરબી: સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે મોરબી APMC ખાતે જીલ્લા કક્ષાનો રાષ્ટ્રીય એકતા દિવસનો કાર્યક્રમ યોજાયો હતો. પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં વંદે માતરમ્ ગાન, દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે એકતા-અખંડિતતાના શપથ લેવાયા હતા.

મોરબી જીલ્લામાં અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ૩૧ ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મોરબી APMC ખાતે ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી અને મોરબી જીલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાની વિશેષ ઉપસ્થિતિમાં જીલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સામૂહિક વંદે માતરમ્ ગાન સાથે સ્થાનિક કલાકારોએ દેશભક્તિપૂર્ણ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરી હતી. ઉપસ્થિત મહાનુભાવો અને નગરજનોએ દેશની એકતા અને અખંડિતતા જાળવવાના શપથ લીધા હતા.

 

આ ઉપરાંત સમાજના વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાન આપનાર જીલ્લાના પ્રગતિશીલ વ્યક્તિત્વો અને અગ્રણીઓનું શાલ ઓઢાડી તથા પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલા રાષ્ટ્રીય કાર્યક્રમનું વર્ચ્યુઅલ પ્રસારણ પણ નિહાળવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મોરબીના મેયર ઉત્તમ સુરાણી, સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, ડેપ્યુટી મેયર ચિરાગ રાણપરા, જીલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, જીલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, કમિશનર સંગીતા રૈયાણી, જીલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સરદાર વલ્લભભાઈ પટેલને ભાવભીની અંજલિ અર્પણ કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!