મોરબી તાલુકા પંથકમાંથી દોઢ વર્ષની બાળકીનું એક શખ્સ અપહરણ કરી ગયાનો બનાવ સામે આવ્યો છે. મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસનાં ચક્રો ગતિમાન કર્યા.
મોરબી તાલુકા પંથકમાં રહેતા પરિવારની દોઢ વર્ષની દીકરી કારખાનમાં હોય દરમ્યાન આરોપી મનોજભાઈ કારખાનામાંથી રૂમે લઇ જવાના બહાને લઈ જઈ વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયો હોવાની ફરિયાદ બાળકીની માતાએ મોરબી તાલુકા પોલીસમાં નોંધાવી છે. મોરબી તાલુકા પોલીસે બનાવની ફરિયાદનાં આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.