Wednesday, May 20, 2026
HomeGujaratમોરબીની રવિરાજ ચોકડી પાસે રીક્ષામાંથી ૨૪૪૮ વિદેશી દારૂની બોટલ સાથે એક ઝડપાયો

મોરબીની રવિરાજ ચોકડી પાસે રીક્ષામાંથી ૨૪૪૮ વિદેશી દારૂની બોટલ સાથે એક ઝડપાયો

એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડની સંયુક્ત કાર્યવાહીમાં રૂ.૫.૮૮ લાખનો મુદ્દામાલ જપ્ત.

- Advertisement -
- Advertisement -

મોરબી-માળીયા નેશનલ હાઇવે પર રવિરાજ ચોકડી નજીકથી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડે રીક્ષામાં છુપાવી લવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે ૨૪૪૮ બોટલ વિદેશી દારૂ સહિત કુલ રૂ.૫.૮૮ લાખનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની અટકાયત કરી છે. જ્યારે અન્ય બે આરોપીઓના નામ ખુલતા તેને આ કેસમાં વોન્ટેડ જાહેર કરી, તાલુકા પોલીસ મેથકમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાવી વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.

મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમી મળી હતી કે બજાજ મેક્ષીમા માલવાહક રીક્ષા નં. જીજે-૦૩-બીએક્સ-૩૨૩૭માં વિદેશી દારૂનો જથ્થો ભરી માળીયા તરફથી મોરબી તરફ લાવવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસ ટીમે મોરબી-માળીયા નેશનલ હાઇવે પર રવિરાજ ચોકડી નજીક ક્રીસ્ટલ કોલ પાસે સર્વિસ રોડ પર વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ રીક્ષા પસાર થતાં પોલીસે તેને રોકી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રીક્ષામાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડનો ૧૮૦મીલી. ક્ષમતાની કુલ ૨૪૪૮ નંગ બોટલ કિ.રૂ.૨,૮૩,૨૦૦/- મળી આવી હતી.

આ સાથે પોલીસે વિદેશી દારૂ, રીક્ષા અને મોબાઇલ મળી કુલ રૂ.૫.૮૮ લાખના મુદ્દામાલ સાથે રીક્ષા ચાલક આરોપી સમીરશા ઉર્ફે ટોની યાકુબશા શાહમદાર રહે. મકરાણી વાસ જેલ પાછળ મોરબી વાળાની અટકાયત કરી હતી. જ્યારે અવેશભાઈ પીલુડીયા રહે.વીસીપરા અને સલીમભાઈ જુસબભાઈ કટીયા રહે.મચ્છીપીઠ મોરબી વાળા સહિતના આરોપીઓના નામ ખુલતા તેઓને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. હાલ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!