Tuesday, May 19, 2026
HomeGujaratરાજકોટમાંથી મોટરસાયકલ ચોરી કરનાર શખ્સને ટંકારા પોલીસે ઝડપી પાડ્યો:પાંચ બાઈક કબ્જે કરાયા

રાજકોટમાંથી મોટરસાયકલ ચોરી કરનાર શખ્સને ટંકારા પોલીસે ઝડપી પાડ્યો:પાંચ બાઈક કબ્જે કરાયા

રાજકોટ શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાંથી મોટરસાયકલ ચોરી કરનાર એક આરોપીને ટંકારા પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીની પૂછપરછ દરમિયાન પાંચ ચોરાયેલા મોટરસાયકલ મળી કુલ રૂ.2 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય તથા મોરબી જિલ્લા એસ.પી. મુકેશ પટેલ દ્વારા મિલકત સંબંધિત ગુનાઓમાં પરિણામલક્ષી કામગીરી કરવા માટે સુચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાને જે.ડી. ઝાલા ના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસની સર્વેલન્સ ટીમ મિલકત સંબંધિત ગુનાઓ આચરતા શખ્સો પર નજર રાખી રહી હતી. તે દરમિયાન તેઓને ખાનગી બાતમી મળી હતી કે, એક શખ્સ રાજકોટ શહેરમાંથી મોટરસાયકલ ચોરી કરી વિવિધ જગ્યાએ સંતાડી રાખે છે. બાતમીના આધારે પોલીસે આરોપી અલ્પેશભાઈ મુનેશભાઈ કુંઢીયાને ઝડપી પાડી સઘન પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી પાંચ મોટરસાયકલ ચોરી કર્યાની કબૂલાત આપી હતી. પોલીસે આરોપી પાસેથી નંબર પ્લેટ વગરના પાંચ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ કબજે કર્યા હતા. જેમાં કેટલાક વાહનોના ચેસીસ અને એન્જિન નંબર ઘસાયેલા હાલતમાં મળી આવ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ બાઈક રાજકોટના રણછોડનગર, પેડક રોડ, હોસ્પિટલ ચોક ભીમરાવ આંબેડકર બ્રિજ નીચે જામનગર રોડ તેમજ પારેવડી ચોક નજીકમાંથી ચોરી કરવામાં આવ્યા હતા. પોલીસે કુલ રૂ.2 લાખની કિંમતના પાંચ મોટરસાયકલ કબજે કર્યા છે. આ સાથે રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મોટરસાયકલ ચોરીના ગુનાઓ પણ ડિટેક્ટ કરવામાં આવ્યા છે. આ બનાવમાં ટંકારા પોલીસ સ્ટેશન દ્વારા આરોપી સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!