Saturday, April 20, 2024
HomeGujaratમોરબી વાંકાનેર નેશનલ હાઈવે પરથી કારમાં ઈંગ્લીશ દારૂની ૨૪૦ બોટલો સાથે એક...

મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પરથી કારમાં ઈંગ્લીશ દારૂની ૨૪૦ બોટલો સાથે એક ઝડપાયો

મારૂતી બ્રેઝા કારમાં ઈંગ્લીશ દારૂની વ્હીસ્કીની બોટલો નંગ-૨૪૦ તથા કાર મળી કુલ કિં.રૂ. ૫,૨૪,૮૦૦/- ના મુદ્દામાલ સાથે એકને પકડી પાડતી મોરબી એલ.સી.બી.

- Advertisement -
- Advertisement -

મોરબી એલસીબી પીઆઈ વી.બી.જાડેજાનાં માર્ગદર્શન હેઠળ આજરોજ એલ.સી.બી. ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન મળેલ બાતમીનાં આધારે લાલપર ગામ નજીક ઓરસન ઝોન સામે મોરબી વાંકાનેર નેશનલ હાઈવે રોડ પરથી મારૂતી બ્રેઝા કાર નં. જીજે-૧૨-સીપી-૪૧૩૮ કિં.રૂ.૪,૦૦,૦૦૦/- વાળીમાં ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-૨૪૦ કિં.રૂ.૧,૨૪,૮૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપી જયદિપસિંહ રણજીતસિંહ સોઢાને ઝડપી પાડી દારૂની બોટલો તથા કાર મળી કુલ રૂ. ૫,૨૪,૮૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીની અટકાયત કરી હતી. ઈંગ્લીશ દારૂનો જથ્થો આરોપી નિલેષ માનુ (રહે. સામખીયાળી, કચ્છ) વાળાનો હોય અને તેઓ બન્ને ભાગીદારીમાં આ દારૂ વેચાણ કરતા હોવાનું ખુલતા મોરબી એલસીબીએ બન્ને આરોપી વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!