Saturday, December 28, 2024
HomeGujaratવાંકાનેર બાઉન્ટ્રી નજીક વળાંક લેતી વેળાએ બાઇકને નડ્યો અકસ્માત : એકનું મોત...

વાંકાનેર બાઉન્ટ્રી નજીક વળાંક લેતી વેળાએ બાઇકને નડ્યો અકસ્માત : એકનું મોત એકને ઇજા

વાંકાનેર બાઉન્ટ્રી નજીક સમય કોટન પાસેના રોડ પર પુર ઝડપે દોડતી બાઇકના ચાલકે વળાંક લેતી વેળાએ કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક સવારનું મોત નીપજ્યું છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર બાઉન્ટ્રી નજીક બેફામ સ્પીડે દોડતી બાઈકના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા વળાંક લેતી વેળાએ ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક રજી.નં.જી.જે.-૦૩.એલ.જે.-૩૭૮૭માં સવાર કીશનલાલ વજારામ પડી ગયા હતા જેમાં તેનું માથું રોડ સાઇડના ડીવાઇડરના એંગલ સાથે ભટકાયું હતું આ બનાવમાં તેઓને માથામાં ગંભીર ઇજા પહોંચતા તેઓનું સ્થળ પરજ કમમાટીભર્યું મોત નીપજ્યું હતું જ્યારે બાઈક ચાલકને ઇજા પહોંચતા મૃતકના ભાણેજ અશોકભાઇ કાનારામ નાઇક (ઉવ.૨૧) રે.ગુડીયા તા.રાયપુર જી.પાલી થાના-રાયપુરવાળાએ બાઈક ચાલક સામે વાંકાનેર પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!