Tuesday, April 30, 2024
HomeGujaratહળવદનાં ચરાડવા પાસે ટ્રક પાછળ એકટીવા ઘૂસી જતા એકનું મોત : એકની...

હળવદનાં ચરાડવા પાસે ટ્રક પાછળ એકટીવા ઘૂસી જતા એકનું મોત : એકની હાલત ગંભીર

મોરબીના હળવદમાં એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં હળવદમાં બપોરના સમયે વરસાદ આવતો હોય ત્યારે વરસાદી વાતાવરણમાં આગળની ટ્રક ન દેખાતા પાછળ આવી રહેલ એકટીવા ટ્રક પાછળ ધુસી જતા એક્ટિવા ચાલક યુવકનું મોત નીપજ્યું હતું. જયારે એક યુવકની હાલત ગંભીર જણાઈ રહી છે.

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના ચરાડવા ગામ પાસે આવેલ કેટી મીલનજીક સાંજના સમયે રોડમાં કામ કરતા સવૅયર અને તેના સાથી મિત્ર બંને યુવાનો એકટીવા લઈને મોરબી તરફ જઈ રહ્યા હતા.

ત્યારે અચાનક વાતાવરણમાં પલટો આવેલ અને વાવાઝોડાના સમયે આગળની ટ્રક ન દેખાતા પાછળથી ધડાકે ભેર એકટીવા અંદર ઘૂસી જતા એક્ટિવા સવાર એક યુવાનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બીજાને ગંભીર ઈજા થતા મોરબી હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતા.

ત્યારે ઘટનાની જાણ થતા જ હળવદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકનાં મૃતદેહને પીએમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!