પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન પંચાસીયા ગામ અદેપરના માર્ગે સ્મશાન પાસેથી પસાર થતા બાઈક નં. જીજે-૩૬-પી-૪૦૮૧(કિં.રૂ.૨૫૦૦૦/-) ને રોકી તલાશી લેતા ૫૦ લીટર દેશી દારૂ(કિં.રૂ.૧૦૦૦/-) મળી આવતા પોલીસે બાઈક અને દેશી દારૂ સહીત કુલ કિંમત રૂ. ૨૬,૦૦૦/-નો મુદામાલ જપ્ત કર્યો છે અને આરોપી ભાયલાલભાઈ શામજીભાઈ કોઢિયા (રહે પંચાસીયા ગામ) વાળાને ઝડપી લઈને તેની વિરૂદ્ધ પ્રોહિ. એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.