Friday, March 29, 2024
HomeGujaratવાંકાનેરના પંચાસીયા ગામ નજીક બાઈક પર દેશી દારૂ સાથે નિકળેલ એક ઝડપાયો

વાંકાનેરના પંચાસીયા ગામ નજીક બાઈક પર દેશી દારૂ સાથે નિકળેલ એક ઝડપાયો

પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન પંચાસીયા ગામ અદેપરના માર્ગે સ્મશાન પાસેથી પસાર થતા બાઈક નં. જીજે-૩૬-પી-૪૦૮૧(કિં.રૂ.૨૫૦૦૦/-) ને રોકી તલાશી લેતા ૫૦ લીટર દેશી દારૂ(કિં.રૂ.૧૦૦૦/-) મળી આવતા પોલીસે બાઈક અને દેશી દારૂ સહીત કુલ કિંમત રૂ. ૨૬,૦૦૦/-નો મુદામાલ જપ્ત કર્યો છે અને આરોપી ભાયલાલભાઈ શામજીભાઈ કોઢિયા (રહે પંચાસીયા ગામ) વાળાને ઝડપી લઈને તેની વિરૂદ્ધ પ્રોહિ. એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!