મોરબીમાં વાહન અકસ્માતના બનાવ વધી રહ્યા છે અને એક બાદ એક અકસ્માતો ના બનાવ સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ ટંકારાના લજાઈ ગામના બસ સ્ટેંડ નજીકથી સામે આવ્યો છે. જેમાં એક પુરપાટ ઝડપે જતી કારે રોડની સાઈડમાં ઉભેલ એક શખ્સને હડફેટે લેણું મોત નીપજ્યું છે.
મળતી માહિતી અનુસાર, ટંકારાનાં લજાઈ ગામના બસ સ્ટેંડ નજીક GJ-36-AC-9779 નંબરની લાલ કરલરની ફોકસ વેગન પોલો કારના ચાલકે પોતાની કાર પુરપાટ ઝડપે ચલાવી રોડ કાઠે ઉભેલ એક શખ્સને હડફેટે લેતા તે શખ્સ બાવળની જાડીમા ફંગોળાયો હતો. જેના કારણે તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નિપજયું હતું. ત્યારે સમગ્ર મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં સાગરભાઇ કમલેશભાઇ મકવાણા નામના યુવકે ઈ.પી.કો.કલમ ૨૭૯,૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪, મુજબ ગુનો નોંધાવ્યો છે.