મોરબી જિલ્લાના માટેલ નજીક આવેલ કારખાનામાં કામ કરતો યુવાન બે શખ્સો પાસેથી રૂપિયા માંગતો હતો આથી આ બન્ને શખ્સોએ પરપ્રાંતીય યુવાનને રૂપિયા લઈ જવા બોલાવી યુવાનની હત્યા નિપજાવી હોવાની બે શકમંદો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
આ બનાવની વિગત મુજબ પુષ્પેન્દ્રકુમાર કુંજબીહારી પાલ (ઉવ.૨૪ રેહે. રોલેક્સ કારખાનાના લેબર ક્વાર્ટરમાં, માટેલ, મૂળ, ઉત્તર પ્રદેશ) એ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં શકદાર આરોપી રાઘવેન્દ્ર રામકુમાર રાજપુત તથા અશ્વીન ઉદાભાઇ પગી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું કે તેમના ભાઈ મદનપાલ કુંજબીહારી (ઉવ.૨૦ રે.નથુપુરા તા.જી.મહોબા ઉત્તર પ્રદેશ) આ બન્ને શકદારો પાસે પૈસા માંગતો હોય આથી રાઘવેન્દ્રએ મદનપાલને ફોન કરી પૈસા લેવા માટે બોલાવ્યો હતો. ત્યારબાદ બનેં આરોપીઓએ યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.