શક્તિ ટાઉનશીપ-૨ના આધ્યા હાઇટ્સમાં ચાલતા જુગારના અખાડા ઉપર પોલીસની રેઇડ: રોકડા ૭.૨૦ લાખ સહિતનો મુદ્દામાલ જપ્ત.
મોરબીના રવાપર-ધુનડા રોડ પર આવેલી શક્તિ ટાઉનશીપ-૨ના આધ્યા હાઇટ્સ એપાર્ટમેન્ટમાં ચાલતી જુગારની મીની ક્લબ પર મોરબી સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી ૮ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે રોકડા રૂ.૭.૨૦ લાખ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસને ખાનગીરાહે બાતમી મળી હતી કે રવાપર-ધુનડા રોડ પર આવેલી આધ્યા હાઇટ્સ એપાર્ટમેન્ટના બ્લોક નં.૨૦૪માં રસિકભાઈ ફેફર નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવી રહ્યા હોય, જેથી તુરંત ઉપરોક્ત ફ્લેટમાં રેઇડ કરતા જ્યાં ગંજીપત્તાના પાનાં અને રોકડ રકમ વડે રૂપિયાની હાર-જીતનો તીનપત્તીનો જુગાર રમતા રસીકભાઈ ગણેશભાઈ ફેફર ઉવ.૩૪ રહે.આધ્યા હાઇટ્સ બ્લોક નં.૨૦૪ શક્તિ ટાઉનશીપ-૨ રવાપર-ધુનડા રોડ મોરબી, પ્રકાશભાઈ વશરામભાઈ ફેફર ઉવ.૪૮ રહે.અમીધારા એપાર્ટમેન્ટ આલાપ રોડ મોરબી, ભરતભાઈ ગોરધનભાઈ સવસાણી ઉવ.૫૨ રહે.સોહમ પેલેસ અવની ચોકડી મોરબી, જેન્તીલાલ ગાંડુભાઈ ઠોરીયા ઉવ.૪૯ રહે. સરદાર પેલેસ ધર્મલાભ સોસાયટી પાસે શનાળા બાયપાસ મોરબી, મીઠાલાલ મનજીભાઈ ફેફર ઉવ.૬૦ રહે.રાજનગર પંચાસર રોડ હનુમાનજી મંદિર સામે મોરબી મૂળ રહે. હિરાપર તા. ટંકારા, યોગેશભાઈ ભીમજીભાઈ અમૃતિયા ઉવ.૪૧ રહે.કેસર હાઇટ્સ ચંદ્રેશનગર પાછળ સતનામનગર મોરબી,
ગણેશભાઈ નરભેરામભાઈ ફેફર ઉવ.૬૧ રહે.ઓમ પાર્ક તપોવન સોસાયટી ઉમિયા સર્કલ પાસે મોરબી મૂળ રહે.હિરાપર તા. ટંકારા તથા પ્રભુભાઈ સુંદરજીભાઈ ભાલોડીયા ઉવ.૬૦ રહે. હાલ ચાચાપર તા.મોરબી મૂળ રહે.શ્યામ પાર્ક અવની ચોકડી મોરબી વાળાને રોકડા રૂ.૭,૨૦,૦૦૦/-સાથે ઝડપી લીધા હતા. આ સાથે પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.






