Sunday, December 22, 2024
HomeGujaratઅગમચેતી એ જ સલામતી:સંભવિત કમોસમી વરસાદને ધ્યાને લઈ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા...

અગમચેતી એ જ સલામતી:સંભવિત કમોસમી વરસાદને ધ્યાને લઈ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતો માટેની માર્ગદર્શિકા જાહેર કરાઈ

૨૯ થી ૩૧ માર્ચ દરમિયાન જિલ્લામાં સંભવિત કમોસમી વરસાદની આગાહી:વધુ જાણકારી કે મદદ માટે કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર: ૧૮૦૦ ૧૮૦૧ ૫૫૧ નો સંપર્ક કરવો

- Advertisement -
- Advertisement -

હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા. ૨૯/૦૩/૨૦૨૩ થી ૩૧/૦૩/૨૦૨૩ના રોજ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા થી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદની આગાહી થયેલ છે. આવા સમયે તકેદારીનાં પગલા લેવા ખેડૂતોને વિનંતી સહ માર્ગદર્શિકા જાહેર કરાઈ છે.

આ માર્ગદર્શિકા અનુસાર કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો તથા ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.મા અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.માં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે.

આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામ સેવક/વિસ્તરણ અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર: ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!