હળવદ પોલીસમથક આમ પણ વિવાદોમાં ઘેરાયેલું રહે છે ત્યારે હળવદ માં છેલ્લા ઘણાં સમયથી રાજકીય દબાણ ઓછું હતું પરંતુ પોલીસની છબી ખરડાંઈ તેવા 2019 માં અને ખૂબ જ ઓછો અનુભવ ધરાવતા પીઆઇ કેં જે માથુકિયા મુકાયા હતા જ્યારથી પીઆઇ માથુકિયા મુકાયા ત્યારથી હળવદ પંથકમાં પોલીસની ધાક ઓસરી જતી જોવા મળી હતી અને પીઆઇ એક જવાબદાર અધિકારી હોય છે ત્યારે કારકુન જેવી નોકરી સમજતા પીઆઇ કે જે માથુકિયા ની અંતે જીલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી એ બદલી કરી હજુ નવું શીખવા મળે અને અનુભવ મળે એ હેતુથી લિવ રિઝર્વ માં મુકવામાં આવ્યા હતા અને તેની જગ્યાએ મોરબીના જુના અને જાણીતા તેમજ પીએસઆઇ તરીકે જીલ્લામાં જુદા જુદા પોલીસમથકમાં ફરજ બજાવી ચૂકેલા આગવી સૂઝબુઝ અને કોઠાસૂઝ ધરાવતા પીઆઇ એમ વી પટેલને મુકવામાં આવ્યા છે.
પીઆઇ એમ વી પટેલ મી એ એચ ટિયું મા બદલી કરવામાં આવી હતી જે બાદ આજે તેઓને હળવદ પીઆઇ તરીકે પોસ્ટિંગ આપવામાં આવતા હવે હળવદ માં પોલીસ મથકમાં કઈ રીતે કામ થાય પીઆઇ એટલે શું અને પીઆઇ કોને કહેવાય એ લિવ રીઝર્વ માં રહેલા નવા પીઆઇ કે જે માથુકિયા ને જોવું અને જાણવા જેવું છે જેથી આગામી સમયમાં સામાન્ય પ્રજા માટે ભગવાન બનતા પોલીસ અને તેના વડા અધિકારિક ઓફિસમાં કામ કરતા નવ નિયુકત પીઆઇ માથુકિયા ને આવડે જે આ ડિપાર્ટમેન્ટ માટે જરૂરી છે.